શાંતીનાથ દેરાસર : બીજું ચૈત્યવંદન અહી થાય છે

Click here to begin the audio

shatrunjay

ઈંગ્લીશ શબ્દ 'પીસ' નો અર્થ શાંતિ થાય છે, અને શાંતિ એ જીવનમાં બહુ મહત્વની સંપતિ ગણાય છે. શાંતિ મેળવવા આપણે સૌ તરસીએ છીએ પણ એમ કંઈ આસાનીથી મળે ? શાંતિ મેળવવા આ દેરાસરમાં પ્રવેશ કરો ડાબી તરફ પ્રવેશદ્વારની બાજુમાં જ ઘણા બધા બેસીને ચૈત્યવંદન કરતા નજરે પડશે,ચૈત્યવંદન  ભગવાનને પ્રાર્થના કરવાની એક જૈન પધ્ધતિ છે. તીર્થંકરોના નામો પણ બહુ અર્થ પૂર્ણ છે અને સાંકેતિક પણ છે. આ દેરાસર 18-મી સદીની શરૂઆત માં બંધાયેલું છે.

 

આપણા હવે પછીના પડાવ માટે દેરાસરની જમણી બાજુમાં જ નીચેની તરફ છે...

 

વધુ પડાવ નું બટન દબાવીને ચકેશ્વરીદેવી વિષે વધુ માહિતી મેળવો.....

 

 

 

વધારાની માહિતી – ચકેશ્વરીદેવી

Click here to begin the audio

shatrunjay

આપણે થોડા પગથીયા ઉતરીએ છીએ અને જમણી બાજુમાં નજર સામે ચકેશ્વરીમાતા ના દર્શન થાય છે. ચકલી પર સવાર કાચના શોકેશમાં થી તેમની પ્રતિમા બહુ ભવ્ય અને જીવંત લાગે છે. ચકેશ્વરી દેવી એ આદિનાથદાદાની અધિષ્ઠાઇકા દેવી છે. કહેવાય છે કે આ તીર્થનો જીણોદ્ધાર જયારે મહુવાના શ્રેષ્ઠી શ્રી જાવડ શાહે કરાવ્યો. ત્યારે મૂળનાયક આદિનાથદાદાની પ્રતિમા માટે તક્ષશિલાનો આરસ પહાણ શોધવા માં ચકેશ્વરીમાતાએ મદદ કરી હતી.

 

થોડા આગળ જશો એટલે વાઘેશ્વરીદેવી અને પદ્માવતી દેવીની દેરીઓ પણ દેખાશે, આગળ જતા નેમિનાથદાદાનું દેરાસર દેખાશે